‘ક્લિઓપેટ્રા’ ઉર્વશી રૌતેલાના સુવર્ણ વસ્ત્રો

Saturday 14th November 2020 06:18 EST
 
 

હિન્દી ફિલ્મની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અરબ ફેશન વિકમાં પૌરાણિક ગ્રીક સામ્રાજ્ઞી ક્લિઓપેટ્રાની ભૂમિકા અદા કરી હતી. આ માટે તેણે સોનામાંથી તૈયાર થયેલો મોંઘોદાટ ડ્રેસ પહેર્યો હતો, જેની કિંમત આશરે ૫૦ લાખ યુએસ ડોલર હોવાનું મનાય છે. ભારતીય ચલણમાં ગણો તો મૂલ્ય ૩૭ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય. મોડેલમાંથી અભિનેત્રી બનેલી આ બોલિવૂડ ગ્લેમર ગર્લે તાજેતરમાં સિંગર નેહા કક્કડ અને રોહિતપ્રિત સિંઘના લગ્ન સમારંભમાં હાજરી આપી ત્યારે પણ આશરે ૫૫ લાખ રૂપિયાનો ડ્રેસ પરિધાન કરીને અખબારોમાં છવાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ઉર્વશી ૨૦૦૯માં મિસ ઇંડિયા યુનિવર્સનો તાજ પણ જીતી ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter