ભારત સરકારની ‘ડ્રોન દીદી’ યોજના હેઠળ, અનેક મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે. શર્મિલા યાદવ નામની મહિલાએ આ પ્રોગ્રામ હેઠળ પ્રશિક્ષણ લીધું છે. હરિયાણાના પટૌડી ગામના એક ખેતરમાં ડ્રોન દ્વારા ખાતરનો છંટકાવ કરી રહી છે. તેના સિવાય ગ્રામીણ ભારતમાં અનેક યુવતીઓને ડ્રોનની તાલીમ આપવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ શ્રમ ઘટાડીને ખેતીને આધુનિકીકરણ તરફ લઈ જવાનો છે.