સામગ્રીઃ ૧૫-૨૦ અંજીર • ૧૦-૧૨ બદામ • એક કપ દૂધ • અડધો કપ સાકર • પા ચમચી ઇલાયચી પાઉડર • બે ચમચા ઘી
રીતઃ અંજીરને ૩થી ૪ કલાક પલાળી રાખો. ત્યારબાદ એનું પાણી નિતારીને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. બદામને અડધો કલાક પલાળીને એની છાલ કાઢો. એને પણ વાટીને અલગ રાખો. માવાને છીણી લો. હવે એક કડાઈમાં એક ચમચો ઘી ગરમ કરો. એમાં વાટેલાં અંજીર નાખીને બેથી ત્રણ મિનિટ શેકો. હવે એમાં દૂધ નાખીને ચડવા દો. મિશ્રણ થોડુંક ઘટ્ટ થાય એટલે એમાં ખમણેલો માવો અને સાકર નાખીને હલાવો થોડું વધુ ઘટ્ટ થાય એટલે એમાં વાટેલી બદામ અને એલચી પાઉડર નાખીને મિક્સ કરો. ધીમા તાપે હલાવો. મિશ્રણ કડાઈ છોડે એટલું ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચો ઘી નાખીને મિક્સ કરો અને બર્નર પરથી ઉતારો. ગ્રીસ કરેલી થાળીમાં પાથરો. મનગમતા આકારમાં કાપી સર્વ કરો.