સામગ્રીઃ અંજીર ૧૦૦ ગ્રામ • માવો ૨૫૦ ગ્રામ • ખાંડ ૫૦ થી ૬૦ ગ્રામ • ઘી એક ચમચો • કાજુ-બદામનાં ટુકડાં - અડધો કપ
રીત: સૌપ્રથમ અંજીરને વરાળથી ગરમ કરીને મિક્સરમાં ક્રશ કરી લો. એક કઢાઇમાં ઘી લઈને તેમાં અંજીર અને માવો શેકી લો. હવે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ બરાબર ભળી જાય અને વધારાનું પાણી બળી જાય એટલે તેમાં કાજુ-બદામ ઉમેરો. હવે ઘીથી ગ્રીસ કરેલી એક પ્લેટમાં આ મિશ્રણને પાથરો. ઠંડુ પડ્યા બાદ તેનાં ટુકડાં કરી લો.