સામગ્રીઃ આદું ૧૦૦ ગ્રામ • ખાંડ ૨૦૦ ગ્રામ • દૂધ ૩૦૦ ગ્રામ • ઘી ૪ ટેબલ સ્પૂન • સૂંઠ પાવડર ૨ ટેબલ સ્પૂન • બદામ કતરણ ૧ ટેબલ સ્પૂન
રીતઃ સૌથી પહેલાં આદુંને એકદમ ધોઈ લઇને છીણી લો. હવે મિક્સી બાઉલમાં છીણેલું આદું, દૂધ, ખાંડ લઈને એકમ ક્રશ કરી લઇને મિશ્રણ તૈયાર કરો. હવે પેનમાં ૧ ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને તેમાં આ મિશ્રણ ઉમેરો અને સતત હલાવતા રહો. ૧૫-૨૦ મિનિટ સતત હલાવ્યા પછી ઘી છૂટું પડશે. ઘી પેનની સાઈડ છોડે પછી જ ગેસ બંધ કરવો. હવે તરત જ તેમાં સૂંઠ પાવડર ઉમેરી એકમ મિક્સ કરી લો. આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરીને ઉપર બાકી રહેલું ઘી રેડી દેવું. તેના પર બદામની કતરણ પાથરી દો. ઠંડુ પડ્યા પછી તેના પીસ કરી લો.