સામગ્રીઃ મીઠી પાકી કેરી - ૧ કિલો • ખાંડ - ૨ કપ • ઘી - ૨ ચમચી
રીત: સૌપ્રથમ કેરીને ધોઇને છાલ કાઢી તેનો પલ્પ કાઢી લો. તેમાં ખાંડ ઉમેરીને બ્લેન્ડરથી ચર્ન કરીને પલ્પ તૈયાર કરવો. આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી. જો કેરી રેસાવાળી હોય તો બારિક કપડાથી ગાળી લેવો. નોનસ્ટિક પેનમાં કેરીનો પલ્પ અને ખાંડ ઉમેરો અને ૨૦ મિનિટ સુધી મધ્યમ આંચ પર સતત હલાવતા રહો. મિશ્રણ એકદમ ઘટ્ટ, લચકા જેવું થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લેવું. સ્ટીલની થાળીમાં ઘી લગાવવું. થાળીમાં એકદમ પાતળું લેયર એકસરખું પાથરી લો. પહેલા દિવસે તડકો આપ્યાં પછી થાળી અંદર લાવી તેમાં કાપા પાડી આમ પાપડને ઉખાડી લેવા અને તે થાળીમાં જ રહેવા દેવા. બીજા દિવસે થાળીને ફરી તડકામાં ચારણી ઢાંકીને મૂકી દેવી. ત્રણથી ચાર દિવસ આ થાળી તડકામાં મૂકવી. તૈયાર થયેલા આમ પાપડ ડબ્બામાં ભરી લો. જ્યારે કેરીની સિઝન નહીં હોય ત્યારે આ આમ પાપડ ખાવાની ખૂબ જ મજા આવશે.