સામગ્રીઃ આમળા - ૧૦ નંગ • સમારેલો ગોળ - ૧ કપ • હળદર પાઉડર – અડધી ચમચી • મીઠું- અડધી ચમચી • તેલ - ૨ ચમચા • રાઇ - પા ચમચી • જીરું - પા ચમચી • હિંગ - ચપટીક • લવિંગ – ૪ નંગ • તજ – ૨ નંગ • આખા મરી - ૭થી ૮ દાણા • આખા ધાણા - અડધી ચમચી • સૂકાં લાલ મરચાં - ૩ નંગ • વરિયાળી - અડધી ચમચી • મરચું પાઉડર - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ સૌપ્રથમ આમળાને બે કપ પાણીમાં મીઠું અને હળદર નાંખીને ઉકાળવા માટે મૂકો. આમળાને દસેક મિનિટ માટે ચડવા દો. બહુ બફાઇ ન જાય તે ધ્યાન રાખવું. આમળા બફાઇ જાય એટલે તેને ચાળણીમાં નિતારી લો. આમળા ઠરી જાય એટલે તેની ચીરીઓ છૂટી પાડી લો. વઘાર માટે બધું પહેલાથી તૈયાર કરી લો. એક કડાઇમાં તેલ ગરમ મૂકીને તેમાં રાઇ, જીરું, તજ-લવિંગ, આખા મરી, સુકાં મરચાં, સુકા ધાણાં ઉમેરો અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકો. હવે તેમાં હિંગ અને સમારેલો ગોળ ઉમેરી દો. ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવો. તેમાં હળદર પાઉડર અને મીઠું ઉમેરી દો. ગોળ ઓગળે એટલે તેમાં આમળાની ચીરીઓ નાખી દો. સ્વાસ્થ્યવર્ધક આમળાનું આ ખાટું-મીઠું અથાણું પરિવારને બહુ પસંદ આવશે.