આલમન્ડ આલુ પેનકેક

Saturday 08th December 2018 07:09 EST
 
 

સામગ્રીઃ બટાકા ૨ નંગ • કાચા કેળાં ૧ નંગ • મીઠું ટેસ્ટ પ્રમાણે • મરી પાઉડર અડધી ટેસ્પૂન • ઘી ૧ ટેસ્પૂન • કોથમીર અડધો કપ • લીલા મરચાં - સમારેલાં બે નંગ • બદામ પાઉડર અડધો કપ • ચાટ મસાલો અડધી ટેસ્પૂન

રીત: બટાકા અને કાચા કેળાંના મોટા ટુકડા કરી કુકરમાં ૨ સીટી વગાડીને બાફી લો. હવે છાલ કાઢીને બટાકા અને કેળાને એકદમ ઝીણી છીણીથી છીણી લો. હવે તેમાં લીલા મરચાં, મીઠું ઉમેરી પાંચેક મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો. હવે તેમાં કોથમીર, મરી પાઉડર, બદામ પાઉડર, ચાટ મસાલો ઉમેરી લો. હવે નોન સ્ટીક પેનમાં આ મિશ્રણમાંથી પેન કેક પાથરી લો. બધી બાજુ ઘી મુકી ધીમા ગેસ પર થવા દો. ત્યાર પછી પેન કેકને પલટાવી દો. આમ તેને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. હવે પેન કેકને કટ કરીને પ્લેટમાં લઇ લો. ગ્રીન ચટણી સાથે પેનકેકને સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter