સામગ્રી: બટાકા - ૩૦૦ ગ્રામ • વટાણા - પોણો કપ • પનીર - પા કપ • ગરમ મસાલો - પા ચમચી • મરચું - અડધી ચમચી • આમચૂર પાવડર - પા ચમચી • ખાંડ - અડધી ચમચી • સમારેલી કોથમીર - જરૂરત અનુસાર • મીઠું - સ્વાદ અનુસાર • તેલ - તળવા માટે
રીતઃ સૌપ્રથમ બટાકા બાફી લો. પછી તેને મસળીને છૂંદો કરો. વટાણાને અધકચરા ક્રશ કરીને તેમાં હાથથી મસળીને પનીર નાંખો. તેમાં મીઠું અને બાકીનો મસાલો ઉમેરો. કોથમીર બારીક સમારીને ભેળવો. આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું. બટાકાનો માવો ચીકણો લાગે તો જરૂરત પ્રમાણે કોર્નફ્લોર નાંખીને પ્રમાણસર બોલ્સ બનાવો. આ બોલ્સની વચ્ચે ખાડો કરીને તેમાં સ્ટફીંગ ભરો અને હળવા હાથે ફરી બોલ વાળી દો. આ રીતે બધા બોલ્સ તૈયાર કરો. નોનસ્ટિકમાં તેલ ગરમ કરીને તેમાં આ બોલ્સને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળી લો.
જો તમારે બોલને ડીપ ફ્રાય ન કરવા હોય તો બોલને હળવા હાથે દબાવીને ચપટો આકાર આપી દો અને પછી પેનમાં બે-ત્રણ ચમચી તેલ નાંખીને બન્ને તરફથી શેલો ફ્રાય કરી લો.