સામગ્રીઃ મેંદો ૧ કપ • કોર્નફ્લોર ૧ ટી-સ્પૂન • ખાવાનો સોડા અડધી ચમચી • વિનેગર ૧ ટી સ્પૂન • દહીં ૧ ટી સ્પૂન • પાણી અડધો કપ • કેસર થોડાં તાંતણા • ઈલાયચી પાવડર અડધી ચમચી • ઘી તળવા માટે
રીતઃ એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, દહીં, પાણી અને વિનેગર લો. હવે તેને બરાબર મિક્સ કરો. પછી બેકિંગ સોડા ઉમેરો અને એકદમ હલાવીને મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને જલેબી બનાવવાની બોટલમાં ભરી લો. એક કડાઈમાં ઘી લો. ગરમ થાય એટલે મિશ્રણ ભરેલી બોટલને કડાઈ પર ગોળ ગોળ ફેરવીને જલેબી પાડો. જલેબી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો. હવે અડધા તારની ખાંડની ચાસણી બનાવવા માટે બીજા બર્નર પર ખાંડ અને પાણી મૂકો અને તેને સતત હલાવતા રહો. ચાસણી તૈયાર થયે તેમાં કેસર અને ઈલાયચી પાવડર ઉમેરો. ત્યારબાદ તળેલી જલેબીને ખાંડની ચાસણીમાં એક મિનિટ સુધી ડુબાડી રાખો. ગરમાગરમ જલેબીને ઠંડી રબડી અથવા એકલી સર્વ કરો.