સામગ્રી: દૂધ - 4 કપ • બ્રેડ સ્લાઈસ - 5 નંગ • વેનિલા કસ્ટર્ડ પાઉડર - 5 ચમચી • ખાંડ -અડધો કપ • ઝીણું સમારેલું સફરજન - 1 નંગ • તજ પાઉડર - પા ચમચી • બ્રાઉન સુગર - 4 ચમચી • કિસમિસ - 1 ચમચી
રીત: સૌપ્રથમ એક બાઉલમાં 4 ચમચી દૂધ લઈને તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી બાકીના દુધમાં ઉમેરો અને ગરમ કરવા મૂકો. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી ચોંટી ન જાય. દૂધ ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું. હવે એક પેનમાં સફરજન લઈ તેની અંદર કિસમિસ, બ્રાઉન સુગર, તજ પાઉડર અને 1 ચમચી પાણી નાખી સફરજન સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરો. હવે એક ઓવન પ્રૂફ બાઉલ લઈ તેની અંદર નીચે બ્રેડ સ્લાઈસના ટુકડા ગોઠવવા. તેની ઉપર તૈયાર કરેલું સફરજનનું મિશ્રણ પાથરવું. હવે તેની ઉપર તૈયાર કરેલું દૂધનું કસ્ટર્ડ પાથરી ફરીથી તેની ઉપર બ્રેડ સ્લાઈસના ટુકડા મૂકી આગળના સ્ટેપનું પુનરાવર્તન કરો. આવી રીતે ત્રણ લેયર કરી આ પુડિંગને 180 ડિગ્રી ઉપર પ્રી-હીટ કરેલા ઓવનમાં દસથી પંદર મિનિટ બેક કરી લો. સ્વાદિષ્ટ એપલ કસ્ટર્ડ પુડિંગ ડીનર પછી ખાવાની બહુ મજા આવશે.