એપલ કિસમિસ અમૃતધારા

રસથાળ

Friday 02nd February 2024 09:00 EST
 
 

આ સપ્તાહનું લિજ્જતદાર ડ્રિન્ક...

સામગ્રીઃ 6 પીળાં સફરજન • 100 ગ્રામ કિસમિસ • 300 ગ્રામ ખાંડ • 1 નંગ લીંબુ • 1 કપ પાઈનેપલ જ્યુસ • 4 નંગ મોસંબીનો રસ
રીતઃ સફરજનને સમારીને મિક્સચરમાં તેનો જ્યુસ તૈયાર કરો. કિસમિસને 4 કપ પાણીમાં ખૂબ બાફી લઇને પછી એ જ પાણીમાં મસળી નાખી, ગાળી લો અને મિક્સરમાં તેનો રસ કાઢી લો. બંને રસને એકરસ કરી, ખાંડ નાંખી હલાવો અને એકદમ હલાવીને મિક્સ કરો. પછી તેમાં લીંબુ અને મોસંબીનો રસ ભેળવો. ફરી મિક્સ કરો અને પાઈનેપલનો જ્યુસ ભેળવો. આ એપલ કિસમિસ અમૃતધારાને ઠંડી સોડા સાથે અથવા સોડા વિના પણ પી શકાય. જો ઇચ્છો તો ગ્લાસમાં છ-આઠ આખી કિસમિસ પણ નાંખી શકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter