સામગ્રીઃ ઓટ્સ ૧ કપ • સોજી ૧ કપ • કેપ્સીકમ અડધો કપ • ખાટું દહીં ૧ કપ • સોડા પાવડર ૧ ટેબલ સ્પૂન • મીઠું સ્વાદ મુજબ • લીલાં મરચાં ૨ નંગ • તલ ૧ ટેબલ સ્પૂન • મરી પાવડર અડધી ચમચી • તેલ ૨ ટેબલ સ્પૂન • લીલું લસણ અડધો કપ • પીત્ઝા મિક્સ ૧ ટેબલ સ્પૂન • કોથમીર અડધો કપ • રાઈ અડધી ચમચી • જીરું અડધી ચમચી • હિંગ ચપટીથી સહેજ વધારે
રીતઃ એક બાઉલમાં ઓટ્સ અને સોજી દહીં સાથે મિક્સ કરીને દસેક મિનિટ પલાળી રાખો. હવે તેમાં લીલું લસણ, લીલાં મરચાં, કેપ્સીકમ, પીત્ઝા મિક્સ અને જરૂર મુજબ પાણી ઉમેરીને મીડિયમ ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેમાં સોડા ઉમેરીને બરાબર હલાવીને ઈડલી સ્ટેન્ડમાં ૨ ચમચી જેટલું ખીરું લઈ ગ્રિસિંગ કરી ઈડલીના કૂકરમાં વરાળથી બાફી લો. ત્યારબાદ ઈડલીને કાઢી પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં હીંગ, રાઈ, જીરું ઉમેરી ૨ મિનિટ થવા દો. હવે તેલ, ઈડલી ઉમેરી ૨ મિનિટ હલાવી પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.