સામગ્રીઃ ઓટ્સ ૨ કપ • ચણાનો લોટ ૨ ટેબલ સ્પૂન • દહીં અડધો કપ • મધ્યમ કદનાં ઝીણાં સમારેલાં કેપ્સિકમ • કાંદા-ટામેટાં ૧-૧ નંગ - ઝીણાં સમારેલા • લીલું મરચું - બારીક સમારેલું • મીઠું સ્વાદ પ્રમાણે • શેકવા માટે તેલ
રીત: ઓટ્સને મિક્સરમાં ક્રશ કરીને એક બાઉલમાં કાઢી લો. તેમાં ચણાનો લોટ, દહીં, મીઠું અને પ્રમાણસર પાણી ઉમેરીને ઉત્તપમ ઉતારી શકાય તેવું ખીરું તૈયાર કરવું. નોનસ્ટિક પેન ગરમ કરવું. તેમાં ૧ ટી સ્પૂન તેલ લગાવીને ટિશ્યૂ પેપરથી ફેલાવી દો. પેન ગરમ થાય એટલે ખીરું તેના પર પાથરવું. તેમાં ઉપર કેપ્સિકમ, કાંદા, ટામેટાં અને લીલાં મરચાં પાથરવાં. મધ્યમ તાપે ચડવા દેવું. બંને બાજુ ગુલાબી શેકાય ત્યાં સુધી થવા દેવું. ગરમ-ગરમ ચટણી કે કેચપ સાથે પીરસો.