સામગ્રીઃ ૨ કપ મલાઈવાળું દૂધ • ૧/૪ કપ સોજીની સેવૈયાં (વર્મીસેલી) • ૧/૮ કપ ઓટ્સ • ૧ ચમચી ઘી • ૩ ચમચી ખાંડ • ૭ નંગ બદામ • ૭ નંગ પિસ્તા • ૧૦ નંગ દ્રાક્ષ • ૪ નંગ ઇલાયચીનો પાઉડર • ૧ ચપટી જાયફળ પાઉડર • આઠ-દસ ગુલાબની પાંદડી
રીતઃ એક વાસણમાં ઘી મૂકીને ધીમા તાપે સેવૈયાં આછા લાલ રંગની થાય ત્યાં સુધી શેકી લો. ત્યાર બાદ તેમાં ૨ કપ દૂધ ઉમેરો. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરીને સેવૈયાંને ચઢવા દો. પાંચથી સાત મિનિટમાં નરમ પડે એટલે દબાવીને ચકાસી લો. હવે તેમાં ઓટ્સ ઉમેરો અને મધ્યમ તાપ પર વધુ ૨-૩ મિનિટ ઉકાળો. સતત હલાવતાં રહો જેથી ખીર તળિયે ચોટે નહીં. ઓટ્સની સાથે ખીરમાં દ્રાક્ષ ઉમેરો અને થોડી વાર બાદ સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. આ સાથે ખાંડ પણ ઉમેરી દો અને બરાબર હલાવી લો. હવે ગેસ બંધ કરીને ઇલાયચી અને જાયફળનો પાઉડર ઉમેરી બરાબર હલાવી લો. ગરમાગરમ ખીર ગુલાબની પાંદડી અને પીસ્તાના કતરણથી સજાવીને પીરસો.