સામગ્રીઃ ઓટ્સ - પોણો કપ • રવો - અડધો કપ • દહીં - ૧ કપ • પાણી - પા કપ • આદું-મરચાંની પેસ્ટ - ૨ ચમચી • ગાજરનું છીણ - પા કપ • તેલ – ૧ ચમચી • ઈનો - ૧ પાઉચ • ફ્રૂટ સોલ્ટ - ચપટી
વઘાર માટેઃ તેલ - ૧ ચમચો • રાઈ - ૧ ચમચી • જીરું - ૧ ચમચી • લીમડો - ૬થી ૭ પાંદડાં • મરચાંની ચીરીઓ ૨થી ૩ નંગ • સમારેલી કોથમીર - સજાવટ માટે
રીતઃ સૌપ્રથમ ઓટ્સને એક પેનમાં લઇને ધીમી આંચ પર શેકો. તે ઠંડા પડે એટલે તેને મિક્સરમાં ક્રશ કરીને બારીક પાવડર બનાવો. હવે ઓટ્સમાં રવો અને દહીં મિક્સ કરી આ મિશ્રણને વીસ મિનિટ સુધીને ઢાંકીને રહેવા દો જેથી તેમાં આથો આવી જાય. વીસ મિનિટ પછી તેને સારી રીતે હલાવીને તેમાં ગાજરનું છીણ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, તેલ અને જરૂર પૂરતું પાણી નાંખો અને સારી રીતે મિક્સ કરો. જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો થોડુંક પાણી ઉમેરી શકો છો. ઢોકળાં બનાવવાના કૂકરમાં પાણી ગરમ કરો. મિશ્રણમાં ફ્રૂટ સોલ્ટ, ઈનો મિક્સ કરીને તેને થાળીમાં કાઢો. પછી આ થાળીને ઢોકળાનાં કૂકરમાં દસ-પંદર મિનિટ સુધી રાખીને ઢોકળાં તૈયાર થવા દો. ઠંડા થાય એટલે તેના પર વઘાર રેડીને સમારેલી કોથમીર ભભરાવો.