સામગ્રીઃ ઘઉંનો લોટ - 2 કપ • ડુંગળી - 2 નંગ • હળદર - પા ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ધાણાજીરું પાઉડર - 1 ચમચી • અજમો - પા ચમચી • જીરું પાઉડર - અડધી ચમચી • આમચૂર પાઉડર - અડધી ચમચી • કોથમીર - 2 ચમચી • મીઠું - સ્વાદ અનુસાર
રીતઃ સૌપ્રથમ ઘઉંનો લોટ બે ચમચી મોણ અને નવશેકા પાણી વડે બાંધી લેવો. હવે એક બાઉલમાં લાંબી સમારેલી ડુંગળી લઇ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, જીરું પાઉડર, આમચૂર પાઉડર, અજમો, ઝીણી સમારેલી કોથમીર અને મીઠું ઉમેરીને દરેક સામગ્રી બરાબર મિક્સ કરી લો. હવે બાંધેલા લોટમાંથી મોટું પરોઠું વણી લેવું. તેની અંદર ડુંગળીનું તૈયાર કરેલું સ્ટફિંગ થોડું પાથરો. સ્ટફિંગ બહુ વધુ પડતું લેવાનું નથી. પરોઠાંને ફરી રોલ વાળીને પેક કરી લો. હવે અટામણ લઈને હળવા હાથે આ પરોઠાંને ફરી વણો. નોનસ્ટિક તવા પર ઘી અથવા તો બટર લગાવી તેને શેકી લો. તૈયાર છે ઓનિયન પરોઠાં.