સામગ્રીઃ ૩ કપ તાજું દહીં • ૪ ટી સ્પુન ચણાનો લોટ • અડધો કપ દૂધ • ૨ ટેબલસ્પૂન તેલ • ૧ ટીસ્પુન જીરું • અડધો કપ ઝીણા સમારેલાં કાંદા • ૧ ટી સ્પુન લીલા મરચાં ઝીણા સમારેલાં • અડધી ચમચી ખમણેલું આદું • ચપટીક હળદર • ૧ ટીસ્પુન સાકર • અડધો કપ ઝીણી સમારેલી કાકડી • અડધો કપ ઝીણી સમારેલી કોથમીર • મીઠું સ્વાદ મુજબ
રીતઃ એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ અને દૂધ મેળવીને તેમાં લોટના ગાંગડા ન રહે તેમ સારી રીતે મિક્સ કરી લો અને બાજુ પર મૂકો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું નાંખો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાંદા, લીલાં મરચાં અને આદું મેળવીને મધ્યમ તા૫ પર એકથી બે મિનિટ સુધી સાંતળી લો. આ પછી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ, હળદર, મીઠું, સાકર, કાકડી અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ત્રણથી ચાર મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.