સામગ્રી: ઘઉંનો લોટ - 2 કપ • મીઠું - સ્વાદ અનુસાર • તેલ - દોઢ ચમચી • પાણી - જરૂર મુજબ • કસૂરી મેથી - 2 ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી • ચોખાનો લોટ - 2 ચમચી
રીત: સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને મોણ ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં સમારેલી કોથમીર, કસૂરી મેથી અને જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠાંનો મુલાયમ લોટ બાંધી લેવો. તેલવાળો હાથ કરી લીસો બનાવી ઢાંકીને સાઈડમાં રહેવા દો. ચોખાના લોટનું અટામણ લઈ મનપસંદ આકારના પરોઠાં વણી ઘીમાં શેકી લો. આ પરોઠાં દાલ તડકા સાથે ખૂબ જ સરસ લાગે છે.