સામગ્રી: કાજુ - ૧૦૦ ગ્રામ • છીણેલું સૂકું કોપરું - ૩૦૦ ગ્રામ • મિલ્ક પાઉડર - ૨૦૦ ગ્રામ • ખાંડ - ૧૫૦ ગ્રામ • દૂધ - દોઢ કપ • ઘી - એક ચમચો • છીણેલું સૂકું કોપરું (રંગીન) સજાવટ માટે
રીતઃ મિલ્ક પાઉડરમાં દૂધ અને ઘીનો ધાબો દઈને બેથી ત્રણ કલાક રહેવા દો. ત્યારબાદ તેને ચાળી લો. કાજુનો (નટકટરથી) બારીકથી મધ્યમ પાઉડર બનાવો. એક ફ્રાયપેનમાં સહેજ ઘી ઉમેરીને તેમાં કાજુનો પાઉડર નાખીને હલાવો. ત્યારબાદ તેમાં છીણેલું કોપરું ઉમેરો. પછી તેમાં ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરો. જરૂર જણાય તેટલું દૂધ ઉમેરીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ સહેજ ગરમ હોય ત્યારે જ તેના લંબગોળ બોલ બનાવી હાથ વડે સહેજ દબાવીને ઉપર કોપરાનું ખમણ પાથરી ડેકોરેટ કરો.