સામગ્રીઃ સમારેલી કોબી - અડધો કપ • સમારેલી ડુંગળી - ૧ નંગ • સમારેલું ટમેટું - ૧ નંગ • તરબૂચ ટુકડા - પોણો કપ • સમારેલું જાયફળ - ૩ ચમચી • બટરમાં રોસ્ટ કરેલા પનીરના ટુકડા - પા કપ • મસાલા કાજુ - ૪ ચમચા • કોથમીર ગાર્નિશીંગ માટે
(સલાડ ડ્રેસિંગ માટે) પાઈનેપલ જ્યૂસ - ૩ ચમચી • આંબલીની પેસ્ટ - ૧ ચમચી • ઓલિવ ઓઈલ - ૧ ચમચી • મરીનો ભૂકો - અડધી ચમચી • ચિલી ફ્લેક્સ - ૧ ચમચી • ફુદીનાનો પાઉડર - અડધી ચમચી • ચાટ મસાલો - અડધી ચમચી • સંચળ - પા ચમચી • લીંબુનો રસ - ૧ ચમચો
રીતઃ સૌથી પહેલા તો સલાડ ડ્રેસિંગ માટેની તમામ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરી લો. હવે બીજા એક મોટા બાઉલમાં સલાડ માટેની બધી સામગ્રી - સમારેલી કોબીજ, ડુંગળી, ટામેટાં, તરબૂચ, જાયફળ, રોસ્ટ કરેલું પનીર, મસાલા કાજુ લો અને તૈયાર કરેલું ડ્રેસિંગ ઉમેરીને બધું મિક્સ કરો. તેના પર સમારેલી કોથમીર અને મસાલા કાજુથી સજાવટ કરો અને ફ્રીજમાં ઠંડું કરીને સર્વ કરો. ડ્રેસિંગને સલાડ સર્વ કરવું હોય તે વખતે જ મિક્સ કરશો તો સલાડનો ટેસ્ટ એકદમ સરસ આવશે.