સામગ્રીઃ કાજુ ૨૦૦ ગ્રામ • ખાંડ ૨૫૦ ગ્રામ • લીક્વીડ ગ્લુકોઝ – ૧ ટેબલસ્પૂન • ઘી - ૧ ટેબલસ્પૂન • પાણી - ૨ ટેબલ સ્પૂન • ચાંદીનો વરખ – સજાવટ માટે
રીતઃ કાજુને મિક્સીમાં ક્રશ કરીને પાવડરને બે વખત ચાળી લો. હવે બીજા પેનમાં ખાંડ અને પાણી ગરમ કરવા મૂકો. બર્નર મીડિયમ ફ્લેમ પર રાખીને બેથી અઢી તારની ચાસણી બનાવી લો. હવે તેમાં તૈયાર કરેલો કાજુ પાવડર નાખી બરાબર મિક્સ કરો અને તેમાં ઘી નાંખી હલાવી લો. હવે મિશ્રણમાં લીક્વીડ ગ્લુકોઝ ઉમેરો અને બધું એકરસ કરો. ત્યારબાદ પ્લેટમાં લઈ અથવા બટર પેપર પર મિશ્રણને પાથરી ઉપરથી વણો. એકદમ સપાટ મિડિયમ હાફ ઈંચનું લેયર રાખો. તેના પર ચાંદીનું વરખ લગાવી કાજુકતરીને અડધો કલાક ઠરવા મૂકો. હવે મનગમતા શેઈપમાં પીસ કરીને પ્લેટમાં સર્વ કરો.
ટીપ્સઃ કેસર કાજુકત્લી બનાવવા માટે ગરમ ચાસણીમાં કેસરના ૧૫-૨૦ તાંતણા ઉમેરવા.