સામગ્રીઃ ૨૫૦ ગ્રામ કાજુ • ૨૫૦ ગ્રામ ખાંડ • ૨ નાની ચમચી ઘી
રીતઃ કાજુ આખા હોય તો તેને બે ફાડિયામાં છૂટા કરી નાખો. હવે કઢાઈમાં ૧ નાની ચમચી ઘી નાંખીને ગરમ કરો. ઘીમાં ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. દરમિયાન ચમચાથી ઘી અને ખાંડનું મિશ્રણ હલાવતા રહો. ખાંડ કઢાઈમાં ચોંટવી ન જોઈએ. જેવી બધી ખાંડ ઓગળી જાય કે તુરંત જ ગેસની આંચ બંધ કરી દો. હવે તેમાં કાપેલા કાજુ નાખીને સારી રીતે મિક્સ કરો. ઘીથી ચીકણી કરેલી ઊંધી થાળી કે કોઈ સમથળ જગ્યાએ કાજુનું મિશ્રણ પાથરો. વેલણને પણ ઘી લગાવીને ચીકણું કરીને કાજુના મિશ્રણને વણી શકો તેટલું પાતળું વણી લો. ચીકી ગરમ હોય ત્યાં સુધીમાં તેના પર મનપસંદ આકારમાં કાપા પાડી લો. ચીકી ઠંડી થાય એટલે તેના ટુકડા કરી લો.