સામગ્રી : ઘઉંનો લોટ - ૧ વાટકી સમારેલો ગોળ • દોઢ વાટકી • કાટલું પાવડર જરૂર પ્રમાણે • સમારેલો સૂકો મેવો • અડધી વાટકી • સૂંઠ પાઉડર ૨ ચમચી • કોપરાંની છીણ જરૂર પ્રમાણે • ઘી એક વાટકી • શેકેલો ગુંદ જરૂર પ્રમાણે
રીત: એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો અને એમાં ગુંદ સાંતળી લો. ગુંદ તળાઇ જાય એટલે કાઢી લો અને પછી એ ઘીમાં ઘઉંનો લોટ શેકો. આ લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી એને શેકો. લોટ શેકાઇ જાય એટલે એમાં ગોળ ઉમેરો અને પછી એમાં કાટલું પાઉડર તથા અડધા ભાગનો સમારેલો સૂકો મેવો તથા અડધો ભાગ કોપરાંની છીણ ઉમેરો. આ મિશ્રણમાં શેકેલા ગુંદને અધકચરો વાટીને મિક્સ કરી લો. આ મિશ્રણને ઘીનો હાથ લગાવેલી થાળીમાં પાથરીને થાબડી દો. આ તૈયાર કાટલાં પર બાકીનો સૂકો મેવો અને કોપરાંની છીણ નાખીને સજાવો. ઠંડુ પડ્યે આ કાટલાંના કટકાં કરીને ડબ્બામાં ભરી લો. ઠંડીના દિવસોમાં સવારે રોજ આ કાટલું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.