સામગ્રી: કારેલાંની છાલ - ૧૫૦ ગ્રામ • ઘઉંનો કકરો લોટ - ૧ વાટકી • ચણાનો લોટ - ૪ ચમચી • દહીં - ૩ ચમચી • હળદર પાઉડર - ૧ ચમચી • ધાણાજીરું પાઉડર - ૧ ચમચી • લાલ મરચું પાઉડર - સ્વાદ પ્રમાણે • ગરમ મસાલો - ૧ ચમચી • દળેલી ખાંડ - ૧ ચમચી • મીઠું - સ્વાદ પ્રમાણે • તેલ - તળવા માટે • સમારેલી કોથમીર - અડધી વાટકી
રીત: સૌથી પહેલાં કારેલાંને છોલીને એની છાલને સારી રીતે ધોઈને ઝીણી સમારી લો. એક પેનમાં ઘઉંના લોટની અંદર ચણાનો લોટ ઉમેરીને મસાલો તૈયાર કરી લો. કારેલાંની છાલ નીચોવીને એને લોટની અંદર સારી રીતે મિક્સ કરો. એની અંદર કોથમીર પણ ઉમેરો. આની અંદર થોડું તેલનું મોણ અને દહીં ઉમેરીને બરાબર મસળીને લોટ બાંધી લો. આ લોટનાં નાના-નાના મૂઠિયાં વાળી લો. આ મૂઠિયાંને તેલમાં ધીમા તાપે તળી લો. સારી રીતે તળાયેલાં મૂઠિયાંને એક સર્વિસ ટ્રેમાં કાઢીને સારી રીતે સજાવીને પીરસો.