સામગ્રી અને રીતઃ 4 નંગ કારેલાને ધોઇ, છોલીને વચ્ચેથી ચીરો કરી લેવો. બીયાં કાઢી ઉપર મીઠાથી ચોળી લેવા અને એક કલાક સુધી રહેવા દેવા.
1 ચમચી ચણાના લોટને શેકી લેવો. 2 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી કાશમીરી મરચું, 2 ચમચી દળેલી ખાંડ, કોથમીર, 2 ચમચી સિંધવ મીઠું, આદુંમરચાં, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા, 1 ચમચી જીરુ, 1 ચમચી તલ, અડધી ચમચી વરિયાળી શેકીને વાટી લો. થોડા ચીલી ફલેકસ, 1 ચમચી તેલ, 2 મુઠ્ઠી સિંગદાણાનો ભુકો ઉમેરીને મિક્સ કરીને મસાલો બનાવી લો. કારેલાને બરોબર નિચોવી લો અને પછી તેમાં અંદર મસાલો ભરી લો. ઢોકળાની જેમ વરાળથી 20 મિનિટ બાફી લો અને ટુકડા કરી લો,. 1 ચમચો તેલમાં 1 ચમચી રાઇ, પા ચમચી હીંગ, લસણના ટુકડા, ડુંગળીના ટુકડા, પા ચમચી મીઠું, પા ચમચી હળદર ઉમેરીને સાંતળો અને બે મિનિટ મસાલો ચઢવા દો. આ પછી કારેલા ઉમેરો અને વધેલો મસાલો ઉમેરીને સર્વ કરો.