સામગ્રીઃ નાની બટાકી ૨૦૦ ગ્રામ • કાંદા ૨ નાના • ટામેટાં ૨ નાના • કાજુ અને મગજતરીની પેસ્ટ ૨ ટેબલ સ્પુન• મોળું દહીં ૨ ટેબલ સ્પુન • ખાંડ અડધી ટી સ્પૂન • કાશ્મીરી મસાલો અડધી ટી સ્પૂન • ગરમ મસાલો ૧ અડધી ટી સ્પૂન • લસણ ૪થી ૫ કળી • મરચું ચપટીક • મીઠું સ્વાદનુસાર • ઘી વઘાર માટે • તેલ તળવા માટે
રીતઃ નાની બટાકીઓને કુકરમાં મીઠું નાખીને અધકચરી બોઇલ્ડ કરી લો. કુકર ઠંડુ પડે એટલે તેને છોલી લો. બટાકીને તેલમાં ગુલાબી તળી લો. હવે વઘાર માટે ઘી મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો. ડુંગળી ગુલાબી થાય એટલે એકદમ ઝીણાં સમારેલાં ટામેટાં નાખો. બરાબર ચડી જાય અને ગ્રેવીમાં મિક્સ થાય ત્યાં સુધી ટામેટાં સાંતળો. ત્યારબાદ તેમાં તળેલી બટાકી અંદર ઉમેરો. તેમાં મીઠું, મરચું, હળદર, નાખી બરાબર હલાવી લો. ખદખદે એટલે કાજુ-મગજતરીની પેસ્ટ ઉમેરો. તે મિક્સ થાય એટલે તેમાં ગરમ મસાલો અને કાશ્મીરી મસાલો ઉમેરો. બરાબર હલાવીને છેલ્લે ઉતારતી વખતે તેમાં મોળું દહીં અને ખાંડ ઉમેરી ક્રીમ (ઓપ્શનલ) વડે સજાવટ કરો.