સામગ્રીઃ કિવી ૨ નંગ • કેળું ૧ નંગ • ફ્રેશ ક્રીમ અડધો કપ • બ્રાઉન સુગર ૧ ટી-સ્પૂન • મધ અડધી ચમચી • બરફના ટુકડા ૫થી ૭ નંગ • બટર અડધી ચમચી
રીતઃ સૌથી પહેલા કિવીના ટુકડા કરી લો. હવે એક પેનમાં બ્રાઉન શુગર અને બટર ગરમ કરવા મૂકો. ૧૦ મિનિટ સતત હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં ફ્રેશ ક્રિમ ઉમેરીને ગેસ બંધ કરો. હવે તેમાં કેળાંના ટુકડાં અને કિવીના ટુકડાં ઉમેરીને હલાવો. આ મિશ્રણને એકદમ ઠંડુ પડવા દેવું. હવે તેમાં મધ અને બરફના ટુકડા ઉમેરો અને મિક્સી જારમાં લઈને ચર્ન કરો. આ પછી સર્વિંગ ગ્લાસમાં જ્યુસ લઈને ઉપર કિવીના ટુકડા મૂકીને સજાવો. એકદમ રિફ્રેશિંગ કિવી ક્લાસિક સર્વ કરો.