સામગ્રી અને રીતઃ મોળું દહીં અડધો કપ, 2 ચમચી રાજગરાનો લોટ, અડધો કપ કેરીનો રસ, આદુનો ટુકડો, મીઠો લીમડો, લીલા મરચાં ઉમેરીને બધું મિક્ષ કરવું. તેમાં 2 કપ પાણી ઉમેરવું ગેસ ઉપર મુકીને 1 ચમચી સિંધવ મીઠું ઉમેરી ધીરા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી થવા દો. વઘાર માટે 1 ચમચો ઘી ગરમ કરીને તેમાં 1 ચમચી જીરુ નાંખો. જીરુ તતડે એટલે ફજેતામાં ઉમેરવું. કોથમીરથી સજાવી સર્વ કરવું.