રીતઃ 2 કિલો રાજાપુરી કેરી ધોઇ,લુછી કોરી કરી લેવી.છોલ ઉતારી ને કટકા કરી લેવા.ત્યાર બાદ કટકા કરી અંદર ૨ ચમચી મીઠું ઉમેરી,અડધી ચમચી હળદર ઉમેરી, ઉછાળી ૨ દિવસ રાખી ત્રીજા દિવસે પાણી નિતારી કોરા કોટન કપડા માં ૭ કલાક પંખા વગર સુકાવા દેવા.
સુકાયેલા કટકા દોઢ કીલો હોય તો દોઢ કીલો ગોળ લઇ મિક્ષ કરવું. ૧૫૦ ગ્રામ રાઇના કુરીયા,૫૦ ગ્રામ મેથી ના કુરીયા,૧ ચમચી હીંગ ,૫ નંગ સુકા મરચા, થોડાક મરી,મિક્ષ કરવું. ૨૦૦ ગ્રામ સરસિયું લઇ ગરમ કરી થોડું ગરમ હોય ત્યારે મસાલા મા ઉમેરી ઠંડું થાય ત્યારે ૨ ચમચી શેકેલું મીઠું અને ૩ ચમચી મરચું ઉમેરવું મિક્ષ કરી ગોળ ઓગળે એટલે બરણીમાં ભરી લેવું