સામગ્રીઃ ૨૫૦ ગ્રામ કાચી કેરી • ૧૦૦ ગ્રામ ગોળ (સ્વાદ પ્રમાણે વધતો ઓછો લેવાય) • ૧/૨ ટેબલસ્પૂન વાટેલું જીરું • સ્વાદાનુસાર મીઠું
(વઘાર માટે)ઃ ૨ ટીસ્પૂન તેલ • ચપટી હિંગ • ચપટી રાઇ
રીતઃ પ્રથમ કાચી કેરીને બાફવી. આશરે એક લીટર પાણી લેવું. બાફેલી કેરીનાં છોડાં કાઢીને ગલને હાથથી ચોળીને પાણીમાં એકરસ કરો. ગોળ, મરચું, મીઠું, વાટેલું જીરું નાંખીને હલાવવો. વઘારિયામાં તેલ મૂકીને રાઇ-હિંગનો વધાર કરવો. તેમાં કેરીનું મિશ્રણ ઉમેરો અને સર્વ કરો.