સામગ્રીઃ મિલ્કમેડ - ૧/૨ ટીન • દૂધનો પાવડર - ૧૦૦ ગ્રામ • છીણેલો માવો - ૨૦૦ ગ્રામ • ખાંડ - ૫૦ ગ્રામ • કેસર - ૧૦થી ૧૫ તાંતણા
રીતઃ એક પેનમાં ૧/૨ ટીન મિલ્કમેડ, દૂધનો પાવડર, માવો અને ખાંડ મિક્સ કરીને ધીમા તાપે ગરમ કરો. જ્યારે મિશ્રણ કિનારી છોડતું જણાય ત્યારે કેસર ઉમેરો અને થોડું વધારે ગરમ કરીને ઠંડું પાડો. મનપસંદ આકારના ટુકડા કરી લો.