સામગ્રીઃ ગાજર ૧ કિલો • ખાંડ ૧ કિલો • કેસર ૧૦થી ૧૨ તાંતણા • એલચીનો અધકચરો ભૂકો બે ચમચી • સાઇટ્રિક એસિડ ૨ ગ્રામ
રીત: ગાજરને ધોઈ સ્વચ્છ કપડાંથી સારી રીતે લૂછી લો. તે પછી છોલીને લાંબી ચીરીઓ કરો. આ ચીરીમાં કાંટા અથવા સોયાથી કાણાં પાડો. ગાજરના ટુકડાને ગરમ પાણીમાં પાંચ મિનિટ ઉકાળો. તે પછી તેને એક થાળીમાં કાઢો. પાણીમાં ખાંડ અને સાઇટ્રિક એસિડ નાખી બે તારી ચાસણી બનાવી ગાળી લો. ચાસણીમાં દસ મિનિટ ગાજર નાખી દો અને આંચ પરથી ઉતારી લો. બીજા દિવસે ગાજરને ફરી બાફો. આ રીતે ત્રણથી ચાર વાર કરો. ગાજર ચાસણીમાં જ રાખો અને મુરબ્બો ઠંડો થઈ જાય એટલે તેમાં એલચીનો ભૂકો, કેસર નાખો અને કાચની બરણીમાં ભરી લો.