સામગ્રીઃ ૫૦૦ ગ્રામ સૂકા કોપરાનું છીણ • બે કપ કન્ડેન્સ્ડ મિલ્ક • ૨૦૦ ગ્રામ છીણેલો માવો • એક કપ ગુલકંદ • ગાર્નિશિંગ માટે ગુલાબની થોડીક પાંદડી
રીતઃ સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરો. આ માટે એક બાઉલમાં ગુલકંદ લઈને એમાં માવો ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ એના મધ્યમ કદના ગોળા બનાવી લો. એક થાળીમાં કોપરાનું છીણ પાથરીને એમાં તૈયાર કરેલા ગુલકંદ-માવાના ગોળાને રગદોળો અને એકદમ જાડું લેયર તૈયાર કરો. સર્વિંગ પ્લેટમાં ગોઠવીને ઉપરથી ગુલાબની પાંદડીઓ ભભરાવો અને એકદમ ઠંડા પીરસો.