સામગ્રીઃ ઘઉંનો લોટ - ૩ કપ • એકદમ ઝીણું સમારેલું ફૂલાવર - ૧ કપ • તેલ - ૨ ચમચા • રાઈ - અડધી ચમચી • જીરું - અડધી ચમચી • હિંગ - ચપટી • લીલાં મરચાંની પેસ્ટ - ૨ ચમચી • આદુંની પેસ્ટ - ૨ ચમચી • બારીક સમારેલી મેથી - ૧ કપ • મરચું - ૧ ચમચી • હળદર - અડધી ચમચી • ધાણાજીરું - ૨ ચમચી • ચણાનો લોટ - પા કપ • આમચૂર - ૧ ચમચો • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ એક બાઉલમાં ઘઉંનો લોટ, તેલ અને મીઠું નાખીને મિક્સ કરો. જરૂર પૂરતું પાણી ઉમેરીને નરમ કણક બાંધો અને પંદર-વીસ મિનિટ સુધી ઢાંકીને રાખો. પેનમાં એક ચમચી તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં ઝીણું સમારેલું ફૂલાવર, લીલાં મરચાંની પેસ્ટ, વાટેલું આદું નાંખીને એક મિનિટ સાંતળો. આ પછી તેમાં સમારેલી મેથી, મરચું, હળદર, ધાણાજીરાનો પાવડર મિક્સ કરો. હવે ચણાના લોટમાં આમચૂર અને મીઠું નાંખી ભેળવો અને એક મિનિટ રહેવા દો. પછી આંચ પરથી ઉતારી લો. આ દરમિયાન કણકમાંથી લૂઆ લઈને પરોઠાં વણો અને તેમાં સ્ટફિંગ માટેનો ગોળો મૂકીને લૂઆને ફરી ગોળ વાળી દો. હળવા હાથે પરોઠાં વણીને તવી પર ઘી કે તેલ મૂકીને શેકી લો. તેના પર ચાટમસાલો ભભરાવીને સર્વ કરી શકાય.