કોવાલમ મટર

Wednesday 27th May 2015 05:38 EDT
 
 

સામગ્રીઃ બાફેલા વટાણા - સવા કપ • તેલ - ૧ ચમચો • જીરું - અડધી ચમચી • અડદની દાળ - ૧ ચમચી • ડુંગળી - અડધો કપ • લસણની પેસ્ટ - અડધી ચમચી • ધાણાજીરું - ૧ ચમચી • મરચું - ૧ ચમચી • હળદર - પા ચમચી • ટામેટાં - અડધો ચમચો • કોથમીર - ૧ ચમચો • કોપરાનું છીણ - ૧ ચમચો • કાજુના ટુકડા - ૧ ચમચો • મીઠું - સ્વાદ અનુસાર

રીતઃ નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું અને અડદની દાળ ઉમેરો. જ્યારે જીરું બદામી રંગનું થાય એટલે તેમાં ડુંગળી નાખીને ધીમા તાપે એકાદ-બે મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, ધાણાજીરું, મરચું, હળદર, ટામેટાં, મીઠું અને બે ચમચી પાણી ભેળવીને મિક્સ કરો. મધ્યમ આંચે બે મિનિટ રાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. તેમાં કોપરાનું છીણ, કાજુના ટુકડા, વટાણા, કોથમીર અને અડધો કપ પાણી ઉમેરો. ધીમા તાપે બે-ત્રણ મિનિટ માટે રાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. એકરસ થઈ જાય એટલે કોવાલમ મટર ગરમા-ગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter