સામગ્રીઃ ત્રણ સફેદ કાંદા • ૧૦૦ ગ્રામ મેંદો • બે કપ બ્રેડ-ક્રમ્સ • અડધી ટી-સ્પૂન મરીનો ભૂકો • અડધી ચમચી ગાર્લિક પાઉડર • મીઠું સ્વાદ પ્રમાણે • બે ચમચી કોર્નફ્લોર • ખીરું તૈયાર કરવા થોડુંક દૂધ • તળવા માટે તેલ
રીતઃ સફેદ કાંદા લો. સફેદ કાંદા ન હોય તો રેગ્યુલર કાંદા પણ ચાલે. કાંદાની છાલ કાઢીને એની પાતળી સ્લાઇસ કરી એમાંની રિંગ્સ છૂટી પાડો. હવે એક બાઉલમાં મેંદો, મરીનો ભૂકો, ગાર્લિક પાઉડર, મીઠું તેમ જ કોર્નફ્લોર લઇને જોઈતું દૂધ ઉમેરી એક ઘાટું ખીરું તૈયાર કરો.
હવે એક ફ્લેટ ડિશમાં બ્રેડ-ક્રમ્સ પાથરી દો. એક-એક કાંદાની રિંગ્સ લઇ તૈયાર કરેલા ખીરામાં ડિપ કરો. અને ત્યાર પછી પાથરેલા બ્રેડ-ક્રમ્સમાં રગદોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સર્વિંગ ડિશમાં ટોમેટો સોસ કે કોથમીરની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.