સામગ્રીઃ પનીરનું છીણ - ૧ કપ • કોર્નફ્લોર - ૧ ચમચો • સમારેલું લસણ - ૬થી ૭ કળી • સમારેલી કોથમીર - જરૂર પૂરતી • મરચું - ૨ ચમચી • ટોમેટો કેચઅપ - ૧ ચમચો • મીઠું - સ્વાદ અનુસાર • કાચા પાપડનો ભૂક્કો - જરૂર મુજબ
રીતઃ પનીરના છીણમાં મીઠું, સમારેલું લસણ, કોથમીર, મરચું, ટોમેટો કેચઅપ નાંખીને સારી રીતે મિક્સ કરો. આ તૈયાર મિશ્રણના દસ એકસરખા ભાગ કરો. તેના ગોળા વાળીને મનગમતા આકારના ટિક્કા તૈયાર કરો. કોર્નફ્લોરમાં થોડુંક પાણી અને જરાક મીઠું નાંખીને ખીરું તૈયાર કરો. કાચા પાપડના ભૂક્કાને એક પ્લેટમાં કાઢો. હવે દરેક ટિક્કાને કોર્નફ્લોરના ખીરામાં બોળ્યા બાદ પાપડના ભૂક્કામાં રગદોળો અને ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તમે પાપડના ભૂક્કાના બદલે બ્રેડક્રમ્સ, ઓટ્સ કે પૌંઆનો પણ ઉપયોગ કરી શકો છો.