આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: કડક ફ્રેશ ફ્લાવર - 2 કપ • હળદર - પા ચમચી • ધાણાજીરું - 2 ચમચી • લાલ મરચું પાઉડર - 2 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • વિનેગર - 1 ચમચી • ખાંડ - ચપટી • સોયા સોસ - અડધી ચમચી • ટોમેટો કેચપ - 1 ચમચી • ચિલી સોસ - 1 ચમચી • ચોખા લોટ - 2 ચમચી • કોર્ન ફ્લોર - 1 ચમચી • ચાટ મસાલો - પા ચમચી • તેલ - તળવા માટે
રીત: સૌપ્રથમ ફ્લાવરને મીઠાના પાણીમાં અડધો કલાક બોળી રાખો. ત્યારબાદ તેના ફૂલ છુટાં પાડીને ગરમ પાણીમાં દસ મિનિટ બાફી લો. થોડી વાર કોટન કપડાં પર કોરા કરવા મૂકી દો. એક પહોળા વાસણમાં ઉપર જણાવેલી બધા મસાલા-સામગ્રી લઈ તેમાં અંદર બાફેલું ફ્લાવર ઉમેરી હળવા હાથે સરસ કોટ થઈ જાય એમ મિક્સ કરો. ગરમ તેલમાં મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવું. ચાટ મસાલો ભભરાવીને ફુદીના ચટણી સાથે સર્વ કરવું.