સામગ્રીઃ અઢી કપ - છીણેલું તાજું પનીર • દોઢ કપ - મિલ્ક પાઉડર • દોઢ કપ - તાજું ક્રીમ • પોણો કપ - સાકર • અડધી ટીસ્પૂન - એલચી પાઉડર • ૧ ટેબલસ્પૂન - બદામની કતરણ • ૧ ટેબલસ્પૂન - પિસ્તા કતરણ
રીતઃ એક નોનસ્ટિક પેનમાં એલચીના પાઉડર સિવાયની બાકીની બધી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ર મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને રાંધી લો. મિશ્રણ પેનની બાજુઓ છોડવા માંડે ત્યાં સુધી હલાવતા રહો તે જરૂરી છે. હવે તેને તાપ પરથી નીચે ઉતારીને તેમાં એલચી પાઉડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ પછી તેને પેનમાંથી કાઢીને તરત જ ઘી ચોપડેલી થાળીમાં ઠાલવી દો અને સરખી રીતે પાથરી લો. આ પછી તેની ઉપર બદામ-પિસ્તાંની કતરણ ભભરાવીને હળવા હાથે દાબી દો. મિશ્રણને ઠંડુ થવા બાજુ પર રાખો. જ્યારે તે ઠંડું થાય ત્યારે તેના ટુકડા પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રિજરેટરમાં રાખી મૂકો.