સામગ્રીઃ અંજીર ૩ નંગ • ખજૂર ૧૦૦ ગ્રામ • દૂધ અડધો લીટર • ઘઉંની ઝીણી સેવ ૨૫૦ ગ્રામ • મોળો માવો ૫૦ ગ્રામ • ઇલાયચી પાઉડર અડધી ચમચી • ખાંડ અડધો કપ • કેસર ૮-૧૦ તાંતણા • બદામની કતરણ - સજાવટ માટે
રીતઃ અંજીરના ઝીણા ટુકડા કરી લો. આ પછી એક પેનમાં ઘી ગરમ કરીને ઘઉંની સેવ ગોલ્ડન થાય તેમ શેકી લો. એક પેનમાં દૂધ લઇને ગરમ કરો અને તેમાં ખજૂર ઉમેરો. ખજૂર નરમ પડે પછી તેમાં શેકેલી ઘઉંની સેવ ઉમેરીને ૫ મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં ખાંડ, મોળો માવો, કેસર, અંજીરના ટુકડા, ઇલાયચી ઉમેરી લો. મિડિયમ થીકનેસ રાખી ખીરને ઠંડી પડવા દો. આ પછી તેને એક ગ્લાસમાં લઇ ઉપર કેસરના તાંતણા, બદામ કતરણ મૂકી સર્વ કરો.