સામગ્રીઃ ૧ લિટર - દૂધ • ૧૦૦ ગ્રામ - સીડલેસ ખજૂર • ૨૫ ગ્રામ - માવો • ૨૫ ગ્રામ - કોપરાનું છીણ • ૩ ચમચી - ખાંડ • ૨ ચમચી - શિંગોડાનો લોટ • ઘી - જરૂરત અનુસાર • કેસર - ૭-૮ તાંતણા • ઇલાયચી દાણાનો ભૂકો - ચપટિક • બદામ - પિસ્તાં - ચારોળી - સ્વાદ અનુસાર
રીતઃ એક પેનમાં દૂધ ઊકળો. તેમાં ખાંડ નાંખો અને જાડું ન થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ તેમાં વાટેલું કેસર, ઇલાયચી પાઉડર નાંખીને દૂધને ઠંડું થવા દો. સિડલેસ ખજૂરને મિક્સરમાં ક્રશ કરો. તેમાં માવો, કોપરાનું છીણ અને ઇલાયચીનો ભૂકો નાંખીને નાના બોલ્સ બનાવી લો. તેને શિંગોડાના લોટના પાતળા ખીરામાં બોળી, ધીમા તાપે ઘીમાં તળી લો. આ બોલ્સ ઠંડા પડ્યા બાદ તેને ઉકાળેલા દૂધમાં નાંખો. ગાર્નિશ કરવા માટે બદામ-પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરો. ફરાળી ખજૂર રસમલાઈ તૈયાર છે. ફ્રીજમાં ઠંડી કરીને સર્વ કરો.