સામગ્રીઃ ખારેક - ૧ કપ • જીરું - ૧ ચમચી • હિંગ - ચપટીક • લાલ મરચું પાવડર - ૧ ચમચી • આદું-લસણની પેસ્ટ - ૧ ચમચી • ધાણાજીરું પાઉડર - ૧ ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • મીઠું - સ્વાદમુજબ • ઘી - ૩ ચમચી • લીમડાનાં પાન - ૪થી પ નંગ • સજાવટ માટે કોથમીર
રીતઃ ખારેકને એકાદ કલાક માટે નવશેકા પાણીમાં પલાળી રાખવી. પલાળેલી ખારેકને લાંબી લાંબી સમારી લેવી. આ પછી કડાઈમાં ઘી ગરમ મૂકો. (વઘાર માટે તમે તેલ પણ વાપરી શકો છો, પરંતુ ઘીથી સ્વાદ વધુ સરસ આવશે.) ઘી ગરમ થાય એટલે ખારેકને ઉમેરવીને ૨થી ૩ મિનિટ માટે સાંતળી લો. ખારેકને એક પ્લેટમાં કાઢીને અલગ રાખો. હવે એ જ કડાઈમાં જીરું, લીમડાના પાન અને હિંગ ઉમેરો. આદું-લસણની પેસ્ટ પણ ઉમેરી દો. દરેક સૂકા મસાલાને મિક્સ કરીને ૩થી ૪ ચમચી પાણીમાં મિક્સ કરો. ઘી છૂટવા લાગે એટલે ખારેક ઉમેરી દો. કોથમીર વડે સજાવીને ખારેકનું શાક પરોઠાં કે ભાખરી સાથે સર્વ કરો.