આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ઘઉંનો લોટ - 1 કપ • જુવારનો લોટ - અડધો કપ • વધેલી ઠંડી ખીચડી - 1 કપ • હળદર - અડધી ચમચી • લાલ મરચું પાઉડર • અડધી ચમચી • ધાણાજીરું - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • સમારેલી કોથમીર - પા કપ • મોણ માટે તેલ - 2 ચમચી • શેકવા માટે - ઘી
રીત: કથરોટમાં ખીચડી લઈ તેમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ, બધા મસાલા અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી રેડી લોટ બાંધો. લોટ બાંધતી વખતે પાણી ઓછું જ લેવું ખીચડીના લીધે લોટ થોડીવારમાં ઢીલો થઈ જશે. અટામણમાં રગદોળી પાતળા થેપલા વણી લો. ગરમ તવી પર બંને બાજુ ઘી લગાવીને બદામી રંગના શેકી લો. વધેલી ખીચડીનાં ટેસ્ટી અને હેલ્ધી થેપલાં ચા અથવા અથાણાં સાથે ખાવાની મજા પડી જશે.