સામગ્રી અને રીતઃ 2 કપ સોજી અને અડધો કપ દહીંને મિક્સ કરી એક કપ પાણી ઉમેરીને મિક્ષ કરી 15 મિનિટ રેસ્ટ આપો. એક ચમચી તેલમાં લીલા કાપેલાં મરચાં ને એક કપ ગાજર ઉમેરી શેકી લો. સોજીના મિશ્રણમાં તેને ઉમેરી પા કપ પાણી ઉમેરો. 1 ચમચી સિંધવ મીઠું નાંખવું. ઇડલી સ્ટેન્ડને ગ્રીસ કરી પાણીમાં ગરમ કરવા મૂકો. બાઉલમાં થોડું ખીરું કાઢીને અડધી ચમચી ઇનો ઉમેરી હલાવવું. ગરમ કરેલા વાસણમાં પહેલા કાજુના ફાડા ઉમેરી પછી ખીરું ઉમેરીને વાસણ ટેપ કરી 10 મિનિટ થવા દો. ઉતારી તેલથી ગ્રીસ કરી ઠંડી પડે કાઢી લો. ઉપર ગાજરનું છીણ પણ ભભરાવી શકો છો. આ માપમાં 21 ઇડલી થાય છે.
ચટણી માટે 1 ચમચી કોકોનટ અને 2 ચમચી દહીંમાં અગાઉ કાઢી લીધેલી છીણ મિક્ષ કરીને ચપટી મીઠું ઉમેરીને કોથમીરની ચટણી સાથે સર્વ કરો.