સામગ્રીઃ એક કપ ગાજર, પાતળાં લાંબાં કાપેલાં • અડધી ટીસ્પૂન કલોંજી • બે ટીસ્પૂન મેથીનાં કુરિયાં • બે ટીસ્પૂન રાઇનાં કુરિયાં • પોણી ચમચી હિંગ
• એક ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
• પોણી ટીસ્પૂન હળદર • મીઠું સ્વાદ અનુસાર • બે ટેબલસ્પૂન રાઈનું તેલ
રીતઃ એક બાઉલમાં તેલ સિવાયની તમામ સામગ્રી ભેગી કરો અને સારી રીતે મિક્સ કરીને બાજુમાં રહેવા દો. એક નાના પેનમાં રાઇનું તેલ ગરમ કરો, તેને ગાજરના મિશ્રણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ગાજરનું અથાણું તરત જ પીરસો અથવા ઉપયોગમાં લેવાય ત્યાં સુધી ફ્રીજમાં રાખો. આ ગાજરનું અથાણું ત્રણથી ચાર દિવસ સુધી તાજું રહે છે. ગાજરનું અથાણું ટેસ્ટી બનાવવા માટે ભારતીય અથવા લાલ ગાજર આદર્શ છે.