સામગ્રી: બાસમતી ચોખા - ૧ કપ • લસણની કળી - ૧૦થી ૧૫ કળી • કેપ્સિકમ - ૧ નંગ • લીલી ડુંગળી - અડધો કપ • ગાજર - ૨ નંગ • ફણસી - પા કપ • રેડ ચિલી સોસ - ૨ ચમચી • ગ્રીન ચિલી સોસ - ૨ ચમચી • સોયા સોસ - ૧ ચમચી • વિનેગર - અડધી ચમચી • મરી પાઉડર - પા ચમચી • શેઝવાન મસાલો - ૧ ચમચી • મીઠું - સ્વાદ અનુસાર
રીત: ગાર્લિક ફ્રાઇડ રાઈસ બનાવવા માટેની દરેક સામગ્રી તૈયાર કરી લેવી. બાસમતી ચોખાને અડધો કલાક પલાળ્યા બાદ એક એક દાણો અલગ રહે તેમ ચડવા દો. હવે નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો અને સાંતળો. તેમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરો. ફણસી, ગાજર અને કેપ્સિકમને લાંબા સમારી તેને પણ ઉમેરો. દરેક વસ્તુને પાંચ મિનિટ સુધી મધ્યમ તાપે ચડવા દો. હવે તેમાં રેડ ચિલી સોસ, ગ્રીન ચિલી સોસ, વિનેગર, શેઝવાન મસાલો અને મરી પાઉડર ઉમેરી દો. હવે તેમાં રાંધેલા બાસમતી ચોખા અને મીઠું ઉમેરીને હળવા હાથે એકદમ મિક્સ કરી લો. ઝીણી સમારેલી લીલી ડુંગળી વડે સજાવીને ગરમાગરમ પીરસો.