સામગ્રી: શેકેલો ગુંદ - ૨૦૦ ગ્રામ • ઘઉંનો લોટ - ૨ કપ • સૂકા કોપરાંની છીણ - અડધો કપ • સમારેલો સૂકો મેવો - ૧ કપ • સૂંઠ પાઉડર - એક ચમચી • એલચી પાઉડર - અડધી ચમચી • જાયફળ પાઉડર - અડધી ચમચી • ગંઠોડા પાઉડર - અડધી ચમચી • ઘી - ૨ મોટી ચમચી • સજાવટ માટે - સૂકા કોપરાની છીણ અને બદામ-પિસ્તાંની કતરણ - ૨ મોટી ચમચી
રીત: એક કડાઈમાં ઘી ગરમ મૂકીને તેમાં ગુંદને સાંતળી લો. એક ચમચી ઘીમાં સમારેલો સૂકો મેવો સાંતળી લો. શેકેલા ગુંદનો ભૂકો કરી લો. એક કડાઇમાં ઘી ગરમ કરીને એમાં ઘઉંનો લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. ઘઉંના શેકેલા લોટમાં ગુંદનો ભૂકો, સૂકા કોપરાની છીણ અને સાંતળેલો સૂકો મેવો ઉમેરો. લોટના આ મિશ્રણમાં સૂંઠ, એલચી, જાયફળ અને ગંઠોડાનો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. એક કડાઇમાં ઘી ગરમ કરીને ગોળ ઉમેરો. ગોળ બરાબર ઓગળી જાય એટલે એમાં આ લોટનું મિશ્રણ નાખો અને સારી રીતે હલાવીને આ પાકને થાળીમાં પાથરી દો અને તેને સૂકા કોપરાની છીણ અને બદામ-પિસ્તાની કતરણથી સજાવો. ઠર્યા બાદ મનગમતા આકારમાં કાપી લો.