સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ગુંદર • ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ • ૧૦૦ ગ્રામ સમારેલો ગોળ • ૩૦૦ ગ્રામ ઘી • ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ • ૧૦૦ ગ્રામ બદામ પાઉડર • ૧ ટેબલ સ્પૂન ગંઠોડાનો પાઉડર
રીતઃ ગુંદરને હળવા તાપે શેકીને ગ્રાઇન્ડરમાં ભૂકો કરી લો. નોનસ્ટીક પેનમાં ઘઉંના લોટને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં સમારેલો ગોળ નાખો. ગોળ ઓગળી જાય એટલે આંચ ધીમી કરો. તેમાં ગુંદરનો પાઉડર, ગંઠોડાનો પાઉડર, બદામનો પાઉડર, નાળિયેરનું છીણ નાખીને બરાબર ભેળવી દો. એક થાળીમાં ઘી લગાવીને તેમાં આ મિશ્રણ પાથરી દો. બદામની કતરણથી સજાવો. થોડુંક ઠંડુ પડ્યા બાદ સર્વ કરો.