આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ખાવાનો ગુંદર - 250 ગ્રામ • રવો - 200 ગ્રામ • બદામ - 250 ગ્રામ • દળેલી ખાંડ - 500 ગ્રામ • ખસખસ - 3 ચમચી • ચારોળી - 50 ગ્રામ • કોપરું - 100 ગ્રામ • ઘી - 500 ગ્રામ • ગંઠોડા - 10 ગ્રામ • ધોળી મૂસળી - 5 ગ્રામ • કાળી મૂસળી - 5 ગ્રામ • કેસર - 10 ગ્રામ • શતાવરી - 10 ગ્રામ • અશ્વગંધા - 10 ગ્રામ
રીત: સૌપ્રથમ બદામને ક્રશ કરીને તેનો પાઉડર બનાવી લો. એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ગુંદરને તળી લો. ઘી ગુંદર ડૂબે તેટલું લેવું. તે પછી તેનો ભૂકો કરો. ઘીમાં રવાને શેકી લો. રવો બદામી રંગનો થાય એટલે કોપરાના છીણને પણ શેકો. રવાના મિશ્રણમાં ખાંડ અને તમામ સામગ્રી ઉમેરો અને બદામનો પાઉડર તથા ગુંદરનો ભૂકો પણ ભેળવો. મિશ્રણ લચકા જેવું થાય એટલે થાળીમાં ઘી લગાવીને પાથરી દો. ઉપર કાજુ-બદામની કતરણથી સજાવટ કરો.